પી.એમ મોદીજી દ્વારા દેશની જનતાને આજ રોજ કોરોના બાબતે દેશને સંદેશ પાઠવ્યો 



    આજ રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી  દ્વારા આત્મનિર્ભર ભારત તરફ ભારતએ આગળ વધવું પડશે તેવો સંદેશ પાઠવ્યો હતો.
     સંકટના સમયમાં લોકલ લોકો સહાય માટે આગળ આવ્યા છે કોરોના સંકટ પછી પણ તેને આગળ વધરવા પ્રયાસ કરવો પડશે, વિવિધ ઉદ્યોગો અને નાના નાના એકમો માટે સહાયની ઘોષણા કરવામાં આવી છે. આવનારા સમય માં મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા તે અંગે ઘોષના કરવામાં આવશે.
    ભારત દેશએ હંમેશા સંકટમાંથી ઉભરી આવે છે. ભારત દેશ હંમેશા દુનિયા માટે પ્રેરણારૂપ રહ્યું છે.યોગ દિવસથી સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાનું કાર્ય હોય કે સ્વચ્છતા અભ્યાન દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ કે પછી કોરોના મહામારીમાં ઉપયોગી દવા આપી હંમેશા ભારત દેશએ દુનિયાને નવી દિશા આપી છે.
    પ્રધાનમંત્રીશ્રી દ્વારા કચ્છના ભૂકંપને યાદ કર્યો હતો તે સમયની પરિસ્થિતિ પ્રમાણે કચ્છ પૂર્ણ રીતે ધવસ્થ થઈ ગયું હતું પરતું આજે કચ્છમાં ઘણો  વિકાસ થઈ રહ્યો છે.
    દેશની આત્મનિર્ભર બનાવા માટે કોઈ એક વ્યક્તિનો પ્રયાસ માત્ર બદલાવ ન લાવી શકે પરતું એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ પહેલને લોકોના સહકારથી જ તે સફળ બંને છે
        દેશને આગળ લાવવા માટે આજે જ આત્મનિર્ભર બનાવવા આપણે પણ કટિબંધ થઈએ
ભારતમાતા કી જય